શ્રાદ્ધપક્ષમાં સવિશેષ માનવામાં આવતો ગૌ-દાનનો મહિમા
શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને પાંજરાપોળ દ્વારા આયોજન
ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિ યોજાય
વિષ્ણુ પૂજા અને ગૌ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન-પાંજરાપોળના સભ્યોની ઉપસ્થિતિ
ભરૂચના શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને પાંજરાપોળ દ્વારા ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વપિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી ગૌમાતાના સાનિધ્યમાં "સમૂહ સર્વપિતૃ તર્પણ" વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણે જાણીએ છીએ તેમ, સનાતન હિંદુ ધર્મમાં 3 પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં દેવઋણ, ઋષિઋણ તથા પિતૃઋણનો સમાવેશ થાય છે. જેમાં પિતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધપક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવમાં આવે છે. પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે.
પિતૃતર્પણ એ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે, ત્યારે સર્વપિતૃની સંતુષ્ટિ માટે પાંજરાપોળ ખાતે ગૌમાતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃતર્પણ", વિષ્ણુ પૂજા, ગૌ પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠનના આગેવાનો, સભ્યો સહિત પાંજરાપોળ ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.