ભરૂચમાં એક ગણેશ ભક્ત દ્વારા મકાઇના દાણામાંથી શ્રી ગણેશની 4 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવ હાલ તેના અંતિમ ચરણમાં છે ત્યારે ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમ્યાન ભરૂચની સાધના સ્કૂલ નજીક આવેલ બળેલી ખો વિસ્તારમાં રહેતા નટવરસિંહ રાઠોડના નિવાસ સ્થાને શ્રીજીની અનોખી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેઓના નિવાસ સ્થાને દેશી મકાઇના દાણામાંથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. પરિવારના સભ્યો દીપેનસિંહ રાઠોડ,પ્રફુલ્લાભેન રાઠોડ,દિપીકાબહેન રાઠોડ,શિવાયસિંહ રાઠોડ દ્વારા આ પ્રતિમા બનાવવામાં આવી છે અને ગણેશ વિસર્જનના દિવસે આ પ્રતિમાનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન કરવામાં આવશે જેથી કરીને મકાઇના દાણા થકી જળચરોને પણ ખોરાક મળી રહે
ભરૂચ: દેશી મકાઇના દાણામાંથી શ્રીજીની 4 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, નર્મદા નદીમાં વિસર્જન કરી જળચરોને મળશે ખોરાક
નટવરસિંહ રાઠોડના નિવાસ સ્થાને શ્રીજીની અનોખી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેઓના નિવાસ સ્થાને દેશી મકાઇના દાણામાંથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું
New Update