જંબુસર ખાતે ભાજપ દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન યોજાયું
ભરૂચના સાંસદ મનસુખ વસાવા રહ્યા વિશેષ ઉપસ્થિત
નવી ઉર્જા, નવીન ઉમંગ અને ઉત્સાહની શુભેચ્છા પાઠવાય
ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BAPS મંદિર ખાતે જંબુસર-આમોદ તાલુકાનું ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહના કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નીગરાની હેઠળ લોક કલ્યાણ કાર્યોને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકર્તાઓએ કરવાના રહેશે, ત્યારે આગામી લોકસભામાં સાંસદને બહુમતીથી જીતાડવા હાકલ કરી, મારો કાર્યકર્તા, બુથ સમિતિના સભ્યો સહિત મહાન છે. ભાજપનો કાર્યકર્તા લોકો વચ્ચે જઈ ડબલ એન્જિનની સરકારની વિકાસની વાતો લઈ જઈ શકે છે, તેવો વિકાસ કર્યો છે. તે સૌના પરિશ્રમનું ફળ છે.
તારીખ 29થી વિકસિત ભારત વિકાસ યાત્રા ભરૂચના જંબુસર તાલુકામાં ફરશે અને ગુજરાત સરકારની સત્તર યોજનાના લાભ સ્થળ પર મળશે તો તેમાં સહભાગી થવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું. આ સહિત સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સંગઠનના કારણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રભારી અશોક પટેલ, વિસ્તારક હર્ષ વ્યાસ, વિદ્યાનંદજી મહારાજ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, તાલુકા પ્રમુખ બાલુ ગોહિલ, જિલ્લા મંત્રી કૃપા દોશી, જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.