ભરૂચ : શ્રાવણ માસના અંતિમ દિવસે ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી,હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

શ્રાવણ મસસના અંતિમ સોમવાર અને અમાસ હોવાથી સવારથી જ મંદિરમાં લાંબી કતારો લાગી હતી.શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા કરી

New Update
  • આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ

  • શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી

  • હર હર મહાદેવનો કરાયો નાદ

  • નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ

  • મહાદેવને દૂધ, જળ, બિલીપત્ર અર્પણ કરાયા

આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પવિત્ર શ્રાવણ માસના આજરોજ અંતિમ દિવસે ભરૂચના ઝાડેશ્વર  ખાતે આવેલા પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી આખો મહિનો શિવભક્તો ઉપવાસ, જળાભિષેક, બીલીપત્ર ચઢાવવાનું તેમજ મહાદેવની વિશેષ પૂજા કરીને ભક્તિભાવ દર્શાવતા હોય છે. આજે અંતિમ શનિવાર અને અમાસ હોવાથી સવારથી જ મંદિરમાં લાંબી કતારો લાગી હતી.શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા કરીને પરિવારના કલ્યાણ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Latest Stories