Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડીયાના રાણીપુરા ગામે બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ આધારિત કાર્યક્રમ યોજાયો...

ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડીયાના રાણીપુરા ગામે બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ આધારિત કાર્યક્રમ યોજાયો...
X

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયાના રાણીપુરા ગામે આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર દ્વારા સંયુક્ત કાર્યક્રમના ઉપક્રમે પર્યાવરણનું મહત્વ સમજાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ઝઘડિયા જીઆઇડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત કાર્યક્રમમાં બીટ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રાણીપુરાના ગ્રામજનોને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરતી ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ ગ્રામજનોને આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક ફી બેગનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વૃક્ષનું શું મહત્વ છે, તે સમજાવવામાં આવ્યું હતું, અને ગામમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના સાયન્ટિફિક ઓફિસર નીરજ પરમાર આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર રવિ આચાર્ય તથા આરતી ઇન્ડસ્ટ્રીઝના મયંક પરમાર, ક્રિષ્ના મોર્ય સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story