કાવી-કંબોઇ સ્તંભેશ્વર મહાદેવના દર્શનનો અનેરો મહિમા
પવિત્ર શ્રાવણ માસને લઈને મંદિર ખાતે તડામાર તૈયારી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ
સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો
તીર્થ ક્ષેત્રના અધિષ્ઠાતા દ્વારા તમામ તૈયારીઓને ઓપ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણીને લઈને શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી તા. 5 ઓગષ્ટના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાન ભોળાનાથને રિઝવવા શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો બિલિપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ સહિત એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. તેવામાં દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક શિવભક્તોને દર્શન-પૂજનનો લાભ મળે તે માટે સ્તંભેશ્વર તીર્થ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારુ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે, મહીસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધી, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્ત થવા સાથે સઘડી મનોકામના પૂર્ણ થાય છે.