Home > અન્ય > ધર્મ દર્શન > ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવશે, માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના
ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવશે, માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના
માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહમાં નર્મદા હર સેવા સમિતી પ.પુ. સ્વામી ગીરીશાનંદજી સરસ્વતીની અધ્યક્ષતામાં યોજાયો હતો
BY Connect Gujarat Desk10 May 2023 9:56 AM GMT

X
Connect Gujarat Desk10 May 2023 9:56 AM GMT
માં નર્મદાજી પરિક્રમાના યાત્રીઓની સુવિધા અને સહાય માટે માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.જેનો શુભારંભ સમારોહ યોજાયો હતો. માં રેવા શ્રી ચેરીટેબલ ટ્રસ્ટનો શુભારંભ સમારોહમાં નર્મદા હર સેવા સમિતી પ.પુ. સ્વામી ગીરીશાનંદજી સરસ્વતીની અધ્યક્ષતામાં ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે ગુમાનદેવ મંદિરના ગાદીપતિ સહિત અન્ય સંતો મહંતો ઉપરાંત જિલ્લા ભાજપ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ,ટ્રસ્ટીઓ સંજય ગાંધી,અરૂણ શર્મા સહિત નર્મદા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Delete Edit






Next Story