/connect-gujarat/media/post_banners/c2f81a522509b46f8ab5635bbce96250ca27a1fc3a7e8977badfbd44d48880c9.webp)
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા અંબાલાલ પાર્ક સોસાયટી ખાતે સામુહિક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કનક બિહારી રામ જાનકી આશ્રમના સંત જયરામદાસજી, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલીયા, સેવાભાવી ભાઈબહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ આયોજન અંબાલાલ પાર્કના ભાવનાબેન વ્યાસ અને સોસાયટીના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતુ.સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સનાતન હિન્દુધર્મના જાગરણ સાથે ભારતીય સંસ્કૃતિ ને સશક્ત બનાવવા માટે ભરૂચ શહેરમાં અઠવાડિયામાં દર શનિવારે એક સ્થળ, એમ જુદા જુદા ૧૦૮ સ્થળોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે