Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ: દહેજની ખાનગી કંપનીમાથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું

X

ભરૂચના આંકોટ નજીક આવેલ ખાન તળાવ પાસે એક ખાનગી કંપનીમાંથી જ્વલનશીલ પદાર્થ ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટેન્કરમાં શોર્ટ સર્કિટ થતા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક જામ અને અફરાતફરી મચી ગઇ હતી

મળતી માહિતી અનુસાર ભરૂચના વાગરમાં આવેલ શિવ ટેક કંપનીમાંથી સિયુ સોલ MP-1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર વડોદરાના નંદેસરી ખાતે જઇ રહ્યું હતું તે દરમિયાન વાગરના આંકોટ નજીક ખાન તળાવ પાસે ટેન્કરમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી બનાવના પગલે આદિત્ય બિરલા ગ્રાસીમ અને ગેલ કંપનીના 2 ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પાર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો

Next Story