ભરૂચ: વાલ્મિકી સમાજ દ્વારા છડી મહોત્સવ નિમિત્તે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો

વાલ્મિકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • વાલ્મિકી સમાજ દ્વારા આયોજન

  • ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો

  • ઘોઘારાવ મહારાજના ભજન રજૂ કરાયા

ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ઉજવાતા ગોગાજી મહારાજના છડી મહોત્સવ અંતર્ગત ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા ગોગાજી મહારાજના છડી ઉત્સવને ધ્યાને લઈ કોઠી યુવક મંડળ અને ધર્મેશ સોલંકી દ્વારા  ગોગાજી મહારાજના ભજનોનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
સુરતના જાણીતા ગાયક રાજા સૂફી અને તેમના ગ્રુપના મધુર કંઠે ગોગાજી મહારાજના જીવન  આધારિત ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી.ભરૂચ લાલ બજાર વાલ્મીકિ વાસના નયન મહારાજ દ્વારા પણ પૌરાણિક ઢબે ગવાતા ગોગાજી મહારાજના ભજન રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories