ભાવનગર: નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન, જાણો કાવડયાત્રાનો અનેરો મહિમા..?

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે.

ભાવનગર:  નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન, જાણો કાવડયાત્રાનો અનેરો મહિમા..?
New Update

ભાવનગર શહેર કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગર શહેરથી નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર કાવડ યાત્રા સમિતિ દ્વારા ભાવનગર શહેરથી નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પદપાળા કાવડ યાત્રાનો આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ મહત્વનો મનાય છે. શિવભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે.

આ યાત્રા દરમિયાન ભક્તો કાવડને જમીન પર નથી રાખતા. કાવડને ઉંચકનારા કાવડિયા તરીકે ઓળખાય છે. તેઓ મોટાભાગે ગંગોત્રી, ગૌમુખ, પ્રયાગરાજ, હરિદ્વાર જેવાં તીર્થ સ્થળોથી ગંગાજળ ભરે છે. આ પછી, તેઓ પગપાળા પ્રવાસ કરીને જળ શિવલિંગ પર ચઢાવે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર કાવડ શ્રી રામ ભગવાન અને પછી વિદ્વાન પંડિત રાવણ અને પછી ભગવાન પરશુરામ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરી હતી ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને તે અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ.

માન્યતા અનુસાર જે લોકો શ્રાવણ માસમાં કાવડ યાત્રા કરી શિવજીને ગંગાજળ અર્પણ કરે છે તેની બધી જ ઈચ્છાઓ મહેશ્વર પૂર્ણ કરે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પહેલી વખત ભાવનગર ખાતે કાવડ યાત્રા સમિતિ દ્વારા સૌપ્રથમવાર કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજસેવકો, શિવભક્તો, સંતો મહંતો, મંદિરોનાં ટ્રસ્ટીઓ, જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો જોડાશે પવિત્ર શ્રાવણ માં કાવડ યાત્રાનું ખુબજ મોટું મહત્વ છે કેવામાં આવે છે ત્યારે સર્વ ધર્મ પ્રેમી જનતાને આ કાવડ યાત્રામાં જોડાવા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલ છે. જે ભક્તો કાવડયાત્રામાં જોડાતાં હોય તેમની સર્વ મનોકામના પૂર્ણ થતી હોય છે.

#Bhavnagar #Mahadev #ConnectFGujarat #નિષ્કલંક મહાદેવ #Kavad Yatra #Kanwar Yatra #Kanwar Yatra 2022 #Bhavnagar Kanwar Yatra #Bhavnagar Kavad Yatra #પગપાળા કાવડ યાત્રા #Nishklank Mahadev
Here are a few more articles:
Read the Next Article