Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર : પરીક્ષામાં ડમી કૌભાંડના આરોપીઓને SIT એ પકડી પાડ્યા, 6 આરોપીઓને પકડવામાં પોલીસને મળી સફળતા

X

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડમાં 6 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે મુખ્ય ચાર આરોપી સહિત વધુ બે આરોપી સંજય પંડ્યા અને અક્ષર બારૈયા ની એસ.આઇ.ટી. દ્વારા ધડપકડ કરી એસ.પી કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડને ઝડપી પાડી કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કર્યા બાદ આ કૌભાંડની ઊંડાણ પૂર્વક તપાસ માટે રેન્જ આઈ જી ગૌતમકુમાર પરમાર દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. SIT દ્વારા સંજય પંડ્યાની ડમી કાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે. અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બનીને સંજય પંડ્યાએ બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. જેને લઈ તેની અટકાયત કરવામાં આવી છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના હાથે ઝડપાયેલ આરોપી અક્ષર બારૈયાએ psi સંજય પંડ્યાના માધ્યમથી બિન સચિવાલયની પરીક્ષા પાસ કર્યા બાદ છેલ્લા એક મહિનાથી ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે અક્ષર બારૈયાની પૂછપરછ હાથ ધરી તેના રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે. તેમજ પરીક્ષામાં પાસ થવા માટે કઈ રીતે વહીવટ કર્યો તે સહિતની વિગતો જાણવા એસ.આઈ.ટી. દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Next Story