Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર: માં મોગલના ભગુંડા ધામની ભરૂચની સ્થાપના કરનાર ભૃગુરૂષિ સાથે જોડાયેલી છે કથા,જાણો શું છે મહત્વ

મોગલધામનું મહત્વ ભાવનગરની પાવન ભૂમિ પર માતાજીના આગમનની કથાઓ અદ્ભુત છે.

X

માં શક્તિની આરાધનાનું કેંન્દ્ર ભાવનગર જીલ્લામાં મહુવા તાલુકાનું ભગુંડા ગામ છે જે તળાજા અને મહુવાની વચ્ચે આવેલું છે જ્યાં મોગલ માતા બિરાજે છે તો ચાલો આ નવરાત્રીના પાવન પર્વ પર જાણીએ મોગલધામનું મહત્વ ભાવનગરની પાવન ભૂમિ પર માતાજીના આગમનની કથાઓ અદ્ભુત છે. આ ભગુડા ધામ ભાવનગરથી 80 કિલોમીટર અને મહુવાથી 25 કિલો મીટરના અંતરે આવેલું છે.કહેવાય છે કે મોગલ માતાનો જન્મ ચારણ કુળમાં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલા ભીમરાળા ગામમાં 1800થી 2000 વર્ષ પહેલા થયો હતો.આ પછીમાં મોગલ ચારણ કુળમાં કુળદેવી તરીકે પૂજાયા અને માતાજીના ગુજરાતમાં ચાર ધામો બન્યા. જેમાં દ્વારકા, ગોરીયાળી- બગસરા, રાણેસર-બાવળા અને ભગુડા છે.

આ ચાર ધામોમાંથી આજના સમયે ભગુડા માતાના શ્રદ્ધા કેન્દ્ર તરીકે ખુબ જ પ્રખ્યાત બન્યું છે. સતયુગમાં જન્મેલા અને ભરૂચની સ્થાપના કરનાર ભૃગુ ઋષિ જેને આજ ગામ ભુગુધામ જાખી હનુમાનજીની જગ્યાએ ગુફામાં તપ કર્યું હતું માટે ભૃગુઋષિના નામ પરથી ભગુડા નામ પડ્યું છે. ભગુડાને નળરાજાની તપોભૂમિ પણ માનવામાં આવે છે. આ ગામમાં હાલની તારીખે પુરાતન ગુફાઓ આવેલી છે. જે ગામ પ્રાચીન હોવાની સાબિત આપે છે.મોગલમાં ભગુડામાં બીરાજમાન થયા તેનાં વિશે એક માન્યતા કથા એવી છે કે વર્ષો પહેલા દુકાળ પડતા જેના લીધે કામળિયા આહીર પરિવાર પોતાના પરિવાર સાથે જીવન વ્યતિત કરવા માટે ગીર વિસ્તારમાં જાય છે.

આ વિસ્તારમાં ચારણના કુળદેવી આઈ મોગલ માનું સ્થાપન હતું. કામળીયા પરિવારનાં માજીએ માતાજીની અનેરી સેવા કરી હતી. વર્ષ સારું થવાના એંધાણ મળતા આ માલધારી પોતાના વતન તરફ વાટ પકડી રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે તેમ કહી માતાજી આઈ શ્રી મોગલમાંને કાપડામાં આપ્યા હતા.પરિવારે ભગુડા પોતાના વતનમાં પરત ફરીને માતાજીનું સ્થાપન કર્યું હતું ત્યારથી માં મોગલ માં ભગુડા ગામમાં બિરાજે છે અને ત્યારથી તે ચારણ કુળના માતાજીને આહીર પરિવારના 89 પરિવારો પૂજે છે.

આમ, માતાજીને જો અઢારે વર્ણના લોકો પૂજે છે. માતાજીને જો શ્રદ્ધાભાવથી પૂજવામાં આવે તો મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે આવી માન્યતા છે ત્યારે આજની તારીખે માતાજીના દર્શને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. અને માતાજીના દર્શનનો લ્હાવો લે છે.

Next Story