Connect Gujarat
ધર્મ દર્શન 

ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......

બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.

ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......
X

બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજી નું મંદિર અનોખુ છે. સામાન્ય રીતે હનુમાનજીની પ્રતિમાને સિંદૂરનો રંગ હોય છે. પરંતુ પાલનપુરમાં લક્ષ્મીનગરમાં આવેલા મંદિરમાં હનુમાનજીની પ્રતિમા કાળા રંગની છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો કાળા હનુમાનજીના દર્શન કરવા આવે છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરાના પશ્ચિમી ભાગમાં પાલનપુર અમદાવાદ હાઇવે નજીકમાં વાદીલા કાળા હનુમાનજીનું વર્ષોથી જૂનું પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલું છે. કહેવાય છે કે વર્ષો પહેલા આ વિસ્તારમાં એક મહુડાનાં ઝાડમાં પ્રેત આત્મા રહેતી હતી. આ પ્રેત આત્મા આજુબાજુમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરવાથી અહીથી લોકો પોતાની જ્ગ્યા છોડી જતાં રહ્યા હતા. બાદ આ જ્ગ્યા એકદમ વિરાન બની ગઈ હતી.

આ વિસ્તારમાં 30 વર્ષ પહેલા સીતારામ મહારાજ નામના સંત અહીં વિરાન જગ્યામાં આવી તપસ્યા કરતાં હતા. ત્યારે આ વિસ્તારમાં મહુડાનાં ઝાડમાં રહેનાર પ્રેત આત્મા આ સંતને હેરાન પરેશાન કરતાં સંત સીતારામ મહારાજે હનુમાનજીને યાદ કર્યા હતા. ત્યારે અચાનક કાળા રંગ સ્વરૂપે હનુમાનજી પ્રગટ થયા હતા અને જે પ્રેત આત્મા મહુડાનાં ઝાડમાં હતું તે ઝાડ આખું ફાટી ગયું હતું અને તે પ્રેત આત્માને મોક્ષ મળ્યો હતો. હનુમાનજીનું આ સ્વરૂપ જોઈ સંત સીતારામ મહારાજે આ જ્ગ્યા પર વાદીલા કાળા હનુમાનજીની સ્થાપના કરી હતી.

આ વાદીલા હનુમાનજીના મંદિરે ચૈત્ર મહિનાની પૂનમે મહોત્સવ યોજાય છે. જેમાં લોક ડાયરા યોજાય છે. દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે અને ભોજન પ્રસાદનો લાભ લે છે. તેમજ કાળી ચૌદશની રાતે હનુમાનજીના જન જીરાના પાઠ થાય છે. જેમાં દરેક પાઠ પર એક શ્રીફળ હોમાઈ છે. અને મોટી સંખ્યામાં લોકો આ પાઠ સાંભળવા પણ આવે છે. તેમજ અનેક હોલીવુડ , બૉલીવુડના સુપરસ્ટારો આ કાળા હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા. અનેક ફિલ્મોમાં પણ કાળા હનુમાનજી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

Next Story