કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજ થી 'ભારત જોડો ન્યાય યાત્રા' કરશે શરૂ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજ થી 'ભારત જોડો ન્યાય યાત્રા' કરશે શરૂ
New Update

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રવિવારે (14 જાન્યુઆરી)ના રોજ 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરશે. આ યાત્રા મણિપુરના થોબલ જિલ્લામાંથી શરૂ થશે અને મુંબઈ પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. આ યાત્રા બે મહિના સુધી ચાલશે.

રાહુલ ગાંધી 60 થી 70 મુસાફરો સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે મણિપુરના ખોંગજોમ વોર મેમોરિયલથી શરૂ થશે. જોકે, અગાઉ તે રાજધાની ઇમ્ફાલથી શરૂ થવાની હતી.

મણિપુર કોંગ્રેસના પ્રમુખ કીશમ મેઘચંદ્રએ જણાવ્યું હતું કે, "અમે 2 જાન્યુઆરીએ રાજ્ય સરકારને ઇમ્ફાલમાં હપ્તા કાંગજીબુંગ સાર્વજનિક મેદાનમાં ભારત જોડો ન્યાય યાત્રાને મંજૂરી આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અમે એ પણ જાહેરાત કરી હતી કે યાત્રા ઇમ્ફાલથી શરૂ થશે અને મુંબઇમાં સમાપ્ત થશે.

તેમણે કહ્યું હતું કે અમે 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એન બિરેન સિંહને મળ્યા હતા. આ દરમિયાન યાત્રા માટે હપ્તા કાંગજીબુંગ મેદાનમાં મર્યાદિત સંખ્યામાં સહભાગીઓ સાથે જવાની મંજૂરી માંગી હતી પરંતુ તેમણે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મણિપુરમાં ભારત જોડો ન્યાય યાત્રાને લીલી ઝંડી આપશે.

#Congress #India #Congress MP Rahul Gandhi #Bharat Jodo Nyaya Yatra
Here are a few more articles:
Read the Next Article