રાહુલ ગાંધીએ ફરી AIIMSની દુર્દશા પર કર્યા આકરા પ્રહારો, દિલ્હીના સીએમ-કેન્દ્રને લખ્યો પત્ર
હાલમાં જ રાહુલ ગાંધી એઈમ્સની બહાર હાજર ઘણા દર્દીઓના પરિવારજનોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ વિશે જાણ્યું હતું. ત્યારે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઉંચા દાવા કરતી કેન્દ્ર અને દિલ્હી સરકારોએ આ માનવીય સંકટ સામે કેમ આંખ આડા કાન કર્યા છે?