Connect Gujarat
ધર્મ દર્શન 

દાહોદ : ગાયોના ઝુંડ નીચે કચડાવાની અનોખી પરંપરા “ગાય ગોહરી”, શણગારેલા ગૌધનને જોવા ઉમટે છે ભીડ...

સાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે.

X

નવા વર્ષના દિવસની કરવામાં આવતી અનોખી ઉજવણી

આદિવાસી સમાજ - પશુપાલકો દ્વારા પારંપારિક ઉજવણી

માનતા પૂર્ણ કરવા લોકો ઉજવણી કરે છે ગાય ગોહરી પર્વની

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દિવાળીનો પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. તેમાંય બેસતા વર્ષના દિવસે યોજાતી ગાય ગોહરીનું પર્વનું અનેરું મહત્વ રહ્યું છે. દાહોદ જિલ્લાના આદિવાસીઓ, ખેડૂતો તેમજ પશુ પાલકો બેસતા વર્ષના દિવસે યોજાતી ગાય ગોહરી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસથી કરતા હોય છે. જેમાં ગૌધનને રંગ બેરંગી કલરો તેમજ પીછોડાથી રંગવામાં આવે છે, અને દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં નવા વર્ષના દિવસે ઠેર ઠેર ગાય ગોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં વર્ષ દરમિયાન પોતાના ગૌધનનું લાલન પાલન કરતા આદિવાસી સમાજના લોકો પોતપોતાના શણગારેલા ગૌધનને લઈ એક સ્થળે ભેગા થઈ ગોહરી પાડે છે, જેમાં જે લોકોની માનતા હોય છે જે લોકો પશુપાલકો હોય છે,તે લોકો જમીન ઉપર ઉલટા સુઈ જાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો દ્વારા ફટાકડા અને દેશી ભાષામાં કહીએ તો ધમુકા ફોડે છે, અને ગૌધનને દોડાવવામાં આવે છે.

જોકે, આ ગૌધનને જમીન પર સુઈ રહેલા અને માનતા રાખતા વ્યક્તિઓ તેમજ પશુપાલકોને કચડીને પસાર કરવામાં આવે છે. આ સમગ્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. પરંતુ આજદિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તેમજ જે લોકો ઉપરથી ગાયોના ધણને પસાર કરવામાં આવે છે, તેમને કોઈપણ પ્રકારની ઈજાઓ થતી નથી. એક માન્યતા પ્રમાણે વર્ષ દરમિયાન પોતાના ગૌધનનું લાલન પાલન કરતા આદિવાસી સમાજના લોકોએ વર્ષ દરમિયાન અજાણતા થયેલ પાપોના પ્રયાશ્ચિતના ભાગરૂપે નવા વર્ષના દિવસે ગાય ગોહરી પાળવામાં આવે છે. જેને જોવા માટે દાહોદ સહિત આસપાસના રાજ્યો અને સાત સમુંદર પાર અમેરિકા, કેનેડા જેવા દેશોમાં વસતા મૂળ ભારતીયો એટલે કે, NRI પણ આ ગાય ગોહરીને જોવા આવી પહોચે છે.

દાહોદ જિલ્લામાં મુખ્યત્વે ગરબાડા તેમજ ગાંગરડી માં અને સાથે સાથે દાહોદ શહેરમાં પણ સૌથી મોટી ગાય ગોહરી પાડવામાં આવે છે આ સિવાય દાહોદ જિલ્લાના અન્ય તાલુકા મથકો તેમજ ગામે ગામ પણ સ્થાનિકો દ્વારા ગાય ગોહરી નો પર્વ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે આમ તો સમગ્ર ભારત માં વસવાટ કરતા વિવિધ ધર્મો સંપ્રદાયો તેમજ સમાજના લોકો માન્યતાઓ અને પરંપરાઓ અલગ અલગ છે વર્ષ દરમિયાન ઉજવાતા તહેવારો પણ નોખી રીતે ઉજવવામાં આવતા હોય છે આદિવાસી વિસ્તાર કહેવાતા દાહોદ જિલ્લામાં દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે આદિવાસી સમાજ દ્વારા યોજાતી ગાય ગોહરી નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે જેમાં આદિવાસી સમાજની પરંપરા અને માન્યતાઓ નરી આંખે જોવા મળે છે.

Next Story