સુરેન્દ્રનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભક્તો

નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી

New Update
  • શ્રી ચામુંડા માતાજીના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ

  • નવરાત્રીના પ્રથમ દિવસે જ ચોટીલામાં જામી ભક્તોની ભીડ

  • મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે કરવામાં આવી વિશેષ વ્યવસ્થા

  • ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવતા ભક્તો

  • મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને અનુભવી ધન્યતા 

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આસો નવરાત્રના પ્રથમ નોરતે જ દર્શનાર્થીઓની સવારથી જ ભીડ ઉમટી પડી હતી,અને ચામુંડા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી પડી હતી. માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ બહારના જિલ્લા અને રાજ્યમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા,અને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભકતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે નવરાત્રીમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી.નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના વિશેષ અલગ અલગ પ્રકારના શણગારમાં માતાજી પ્રાગટ્ય સ્વરૂપે દેખાતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે એટલે જ  નવરાત્રીના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો ચામુંડા માતાજીના દર્શન કરવા વહેલી સવારથી પહોંચી ગયા હત‍ા.  

નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે ડુંગર ટ્રસ્ટ તરફથી ચા પાણી તેમજ પ્રસાદની નિ:શુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગરમીની મોસમમાં ડુંગર ચડતા સમયે અમુક અંતરે પાણીની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.માઁ ચામુંડાના દર્શનાર્થે આવતા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ તરફથી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંદાજે પાંચ લાખથી વધુ લોકો ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે.

Latest Stories