ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તો બન્યા શિવમય
પૌરાણિક સ્વયંભૂ ભવનાથમાં ઉમટ્યા ભક્તો
શ્રાવણમાં છલકાયો શિવ ભક્તિનો સાગર
જળ અને દુધાભીષેકથી શિવને રિઝવાતા ભક્તો
ભજન,ભોજન અને ભક્તિનો સર્જાયો ત્રિવેણી સંગમ
જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં આવેલું અતિ પ્રાચીન તેમજ પૌરાણિક સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા,અને શિવજીને જળ તેમજ દુધાભીષેક કરીને થયો દૂધ નો અભિષેક
જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે,ત્યારે ખાસ પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે જ ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ પવિત્ર માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,તેમજ મંદિરના મહંત દ્વારા પૂજા આરતી,દૂધનો અભિષેક તેમજ શિવજીને બીલીપત્ર અર્પણ કરીને દાદાની ભક્તિમાં લીન બન્યા હતા.
ખાસ કરીને ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે ભક્તો આવતા હોય છે.ત્યારે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન ભવનાથ મંદિરે આ પવિત્ર માસ નિમિત્તે દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે.