ષટતિલા એકાદશી વ્રત પર કરો આ ઉપાયો, જાણો તેનું મહત્વ...

પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.

New Update
ષટતિલા એકાદશી વ્રત પર કરો આ ઉપાયો, જાણો તેનું મહત્વ...

સનાતન ધર્મમાં એકાદશી તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.અને એકાદશી ભગવાન વિષ્ણુજીને પ્રિય છે. એક વર્ષમાં કુલ 12 એકાદશીઓ આવે છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 6 ફેબ્રુઆરી એટલે કે આજે મનાવવામાં આવી રહ્યું છે, આ દિવસે ઉપવાસ કરવા અંગે લોકોની પોતાની માન્યતાઓ અને ધારણાઓ છે.

આ દિવસને લઈને જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. તો ચાલો જાણીએ -

ષટતિલા એકાદશીના ઉપવાસ પર કરો આ ચોક્કસ ઉપાય :-

ગરીબોને ભોજન :-

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રતના દિવસે સવારે ઉઠીને તમારા સ્નાનના પાણીમાં ગંગાજળ અને તલ મિક્સ કરો. પવિત્ર સ્નાન કર્યા પછી, ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ અને ત્યાં વિધિ પ્રમાણે પૂજા કરો. ભૂલથી પણ પૂજામાં ચોખા સામેલ ન કરો. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ગરીબોને ભોજન કરાવો.

શુભ મુહૂર્તમાં પૂજા કરો :-

એકાદશીના દિવસે શુભ મુહૂર્તમાં જ ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં પીળા ફૂલ, ગોપી ચંદન, પંચામૃત, પંજીરી અને કાળા તલનો સમાવેશ કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે. ધ્યાન રાખો કે રાહુ કાળમાં પૂજા ન કરવી જોઈએ.

પિતૃ દોષ દૂર થશે :-

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ષટતિલા એકાદશી પર પિતૃઓને તર્પણ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે.

Latest Stories