Connect Gujarat
ધર્મ દર્શન 

ધનતેરસના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન આગમનના ખૂલે જશે દ્વાર...

ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. એવું માનવામાં આવે છે

ધનતેરસના દિવસે કરો આ ખાસ ઉપાય, ધન આગમનના ખૂલે જશે દ્વાર...
X

ધનતેરસના તહેવારની સાથે દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોના ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવાથી સાધક પર વર્ષભર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. હિન્દુ ધર્મમાં ધનતેરશનું વિશેષ મહત્વ છે. આ તહેવાર કારતક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી તિથિએ ઉજ્વવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવામા આવે છે. સનાતન ધર્મમાં ધનતેરસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ તહેવાર પર આ ખાસ ઉપાય કરશો તો તમને ઘણા ફાયદાઓ થશે.

13 દિવાના ઉપાય

ધનતેરશના દિવસે 13 દીવાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ શુભ અવસર પર સ્નાન કર્યા પછી શુધ્ધ હાથે ઘી અને તેલના દીવા પ્રગટાવવા જોઈએ. આ દીવો તમે તમારા ઘરની અંદર અને બહાર પ્રગટાવી શકો છો. આમ કરવાથી માત્ર આર્થિક લાભ જ મળતો નથી પરંતુ અનેક રોગો પર દૂર હાય છે.

નાણાકીય કટોકટી પણ થશે દૂર

આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે ધનતેરસના દિવસે આ ઉપાયો અજમાવો. ધનતેરસના દિવસે સોના ચાંદીના આભૂષણો અથવા સિક્કા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને કેટલાક જૂના ચાંદીના સિક્કા લો. ત્યાર બાદ આ સિક્કાને હળદરથી કલર કરો. આ સિક્કાઑ ધનની દેવી લક્ષ્મીને અર્પણ કરો.

અખંડ દીવો પ્રગટાવો

ધનતેરસની સાંજે અખંડ દીવો પ્રગટાવો. જે દિવાળીની રાત સુધી પ્રગટાવવાનો હોય. સાથે જ જો તમે આ ભાઈબીજ સુધી પ્રજ્વલિત રાખશો તો તેનાથી તમને વધુ લાભ મળે છે. તેમજ આમ કરવાથી ઘરમાંથી તમામ વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃધ્ધિ બની રહે છે.

Next Story