ધનતેરસ પર સોનાના ભાવ ૧,૩૦,૦૦૦ રૂપિયાને પાર, છતાં ઘરેણાંની ખરીદીમાં વધારો
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતોના અહેવાલો દર્શાવે છે કે આ વર્ષે ધનતેરસ અને દિવાળી પહેલા પણ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે રહ્યા છે.
બોટાદના સાળંગપુર ખાતેના પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ધનતેરસના પવન અવસર પ્રસંગે ચલણી નોટોના વાઘ સાથેનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં ધનતેરસના પર્વ નિમિત્તે જવેલર્સની દુકાનમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી,ભલે સોના ચાંદીના ભાવ વધ્યા હોય પરંતુ શહેરીજનોએ પોતાની ખરીદશક્તિ મુજબ વસ્તુની ખરીદી કરી હતી.
ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજે ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાજીનું પૂજન અર્જન કરવામાં આવે છે ત્યારે મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા પુષ્પ કમળનું ભરૂચમાં ઠેર ઠેર વેચાણ થયું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.