દુર્ગાષ્ટમી : આધ્યશક્તિની આરાધનાનું મહાપર્વ, ગોરણી જમાડવાની વિશેષ પરંપરા

નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી.

New Update
gurgastami

આધ્યશક્તિની પૂજાનું મહાપર્વ એટ્લે  દુર્ગાષ્ટમી. આ દિવસે ઘણી જગ્યાએ દેવીની વિશેષ પૂજા, હવન, કન્યા પૂજન અને જાગરણ કરવામાં આવે છે.

આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી ચામુંડાના રૂપમાં પ્રગટ થયાં હતાં. આ તિથિએ શક્તિપીઠોમાં દેવીની મહાન પૂજા અને શણગાર થાય છે.

નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિ (દુર્ગાષ્ટમી)એ દેવીપૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયાં હતાં અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા. માર્કંડેય પુરાણમાં પણ દુર્ગાષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીપૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી.

પંચાંગ પ્રમાણે આ વર્ષે મહાઅષ્ટમી, અથવા દુર્ગા અષ્ટમી, મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે.  જ્યારે મહાનવમી બીજા દિવસે એટલે કે, 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ બે પવિત્ર દિવસોમાં ખાસ પ્રાર્થના, કન્યા વ્રત અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે, જે નવરાત્રિ ઉત્સવના પૂર્ણાહુતિ સાથે દેવીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

આ દિવસને દેવી દુર્ગાની પૂજા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે. કન્યા પૂજન ખાસ કરીને આ દિવસે ઉજવવામાં આવે છે. પંચાંગ પ્રમાણે આ વર્ષે અશ્વિન મહિનાની અષ્ટમી તિથિ 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 4:31 વાગ્યે શરૂ થશે. આ તારીખ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે 6:06 વાગ્યે સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ખાસ પૂજા, હવન, કન્યા પૂજન અને વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.

શારદીય નવરાત્રિની મહાઅષ્ટમીએ નવદુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવાનો પરંપરા છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર પ્રાર્થના કરી હતી. જેના કારણે તેમનું શરીર કાળું થઈ ગયું હતું. જ્યારે ભગવાન શિવ તેમની સમક્ષ પ્રગટ થયા ત્યારે તેમનું શરીર તેમની કૃપાથી ગોરું થઈ ગયું.

હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે અશ્વિન મહિનાની અષ્ટમી તિથિ 1 ઓક્ટોબરથી શરૂ થશે. મહાઅષ્ટમીની જેમ કન્યા પૂજન પણ મહાનવમીના રોજ કરવામાં આવે છે. છોકરીઓને ફળો, મીઠાઈઓ, હલવો, પુરી વગેરે આપવામાં આવે છે અને ભેટો અથવા પૈસા આપવામાં આવે છે.

Latest Stories