Connect Gujarat
ધર્મ દર્શન 

રામ મંદિરમાં પ્રવેશ માટે એન્ટ્રી કોડ જરૂરી, જાણો ત કઈ રીતે મળશે આ એન્ટ્રી કોડ......

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. પીએમ મોદી ભગવાનના જીવનને પવિત્ર કરવા જઈ રહ્યા છે.

રામ મંદિરમાં પ્રવેશ માટે એન્ટ્રી કોડ જરૂરી, જાણો ત કઈ રીતે મળશે આ એન્ટ્રી કોડ......
X

આગામી 22 જાન્યુયારીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવનાર છે. ત્યારે તેને લઈને અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પરંતુ આમંત્રણ માટે માત્ર ખાલી પત્ર જ જરૂરી નથી પરંતુ આમંત્રણની સાથે એક લિન્ક પણ શેર કરવામાં આવશે. જેના પર રજીસ્ટ્રેશન કર્યા બાદ એક કોડ આવશે. જાણો તમને આ કોડ કઈ રીતે મળશે....

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. પીએમ મોદી ભગવાનના જીવનને પવિત્ર કરવા જઈ રહ્યા છે. આ સમયે દેશના તમામ VVIP મહેમાનો અહીં હાજરી આપશે. ટ્રસ્ટનાં સભ્ય અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર જે મહેમાનોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે તેને આમંત્રણની સાથે એક લિન્ક પણ શેર કરવામાં આવશે. આ લિન્ક પર ક્લિક કર્યા બાદ તેનું રજીસ્ટ્રેશન થઈ જશે. નોંધણી પછી એક બાર કોડ આવશે. જેના પછી તે રામ મંદિરમાં પ્રવેશ કરી શકશે. ભગવાન રામલ્લાના અભિષેક માટે 4 હજાર સંતો સહિત વિવિધ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ મહેમાનોમાં RSS ચીફ મોહન ભાગવત, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અને ક્રિકેટર સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને પણ આમંત્રણ પાઠવવામા આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા લગભગ 7 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 25 હજાર મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Next Story