/connect-gujarat/media/post_banners/01f9cd2beeafd7186881083ddd17faf5c0f146949a8e036c2dc3dd5c1ea3ba57.webp)
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે, સાથે જ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પ્રાથના કરવામાં આવે છે, આ દિવસ એટ્લે કે લાભ પાંચમને સૌભાગ્ય લાભ પંચમી પણ કહેવામા આવે છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં છે અને જે દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ મનાય છે, લાભ પાંચમને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવમાં આવે છે, પાંચમ એ ગુજરાતમાં નવા વર્ષનો પ્રથમ કામકાજનો દિવસ ગણાય છે. તેની સાથે જ નવા વેપારની શરૂઆત કરવા માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું મહત્વ લગ્ન, સૌભાગ્ય, શિક્ષણ, વેપાર અને ધાર્મિક કાર્યો સાથે પણ જોડાયેલું છે. લાભ પાંચમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને લાભ અને સૌભાગ્યની કામના કરવાનો છે. નવ-વિવાહિત દંપતીઓ માટે પણ આ દિવસનું વિશેષ મહત્વ હોય છે.
શુભ સમય લાભ પાંચમ 18 નવેમ્બર 2023 શનિવારના રોજ ઉજવવામાં આવશે.કારતક મહિનાની પાંચમી તિથિ 17 નવેમ્બરના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થઈ અને 18 નવેમ્બરના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે. પૂજાનો શુભ સમય સવારે 06:46 થી 10:19 સુધીનો રહેશે.
ભારતીય સંસ્કૃતિમાં લાભપાંચમના તહેવારનું ઘણું મહત્વ છે. લોકો આ દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે. તેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદ માટે પણ પ્રાર્થના કરે છે, જેથી તેમને સૌભાગ્ય અને સંપત્તિ મળે. આ તહેવાર વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. લાભપાંચમના દિવસે કોઈપણ નવા વ્યવસાયની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે વેપારી લોકો નવા હિસાબની શરૂઆત કરે છે, તેને વહીખાતુ કહેવાય છે. આમાં સૌ પ્રથમ ડાબી બાજુ 'શુભ' અને જમણી બાજુ કુમકુમ સાથે 'લાભ' લખવામાં આવે છે. આની વચ્ચે સાથિયો(સ્વસ્તિક) બનાવવામાં આવે છે. આ દિવસે હિન્દુઓ લક્ષ્મીની પૂજા કરે છે. જૈન સમુદાય જ્ઞાનાત્મક પુસ્તકોની પૂજા કરે છે અને સારા બૌદ્ધિક જ્ઞાન માટે પ્રાર્થના કરે છે.