ભરૂચ: બળેલી ખો વિસ્તારના શ્રીજીપૂરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન

ભરૂચના બળેલી ખો વિસ્તારમાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે "આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓ"ના પ્રચાર માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી

New Update
  • ભરૂચમાં ગણેશ મહોત્સવનું આયોજન

  • બળેલી ખો યુવક મંડળ દ્વારા આયોજન

  • આયુષની થીમ પર ગણેશ મહોત્સવ

  • સ્વદેશી ચિકિત્સા પદ્ધતિનો સંદેશ

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લીધો લાભ

ભરૂચના બળેલી ખો વિસ્તારના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં હાલ ગણેશોત્સવની  ઉજવણી ચાલી રહી છે. શહેરના વિવિધ મંડળો અનોખી થીમ અને સંદેશાત્મક શણગાર સાથે પંડાલોને આકર્ષક બનાવી રહ્યા છે. આવી જ એક અનોખી પહેલ ભરૂચના બળેલી ખો વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે "આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓ"ના પ્રચાર માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
ભારતીય ઋષિમુનિઓએ શોધેલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, જેને ભારત સરકારનું આયુષ મંત્રાલય પ્રોત્સાહન આપે છે, તેને આધારે આ પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે. આ મંડળનો હેતુ જનસામાન્યમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
Latest Stories