ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે શ્રી રામ ચરિત માનસ કથાનો ભવ્ય પ્રારંભ, પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો. કથાના આરંભે પોથીયાત્રાનું આયોજન કરાયું

New Update
  • ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન

  • શ્રી રામ ચરિત માનસ કથાનું આયોજન

  • પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

  • દીપ પ્રાગટય દ્વારા કથાનો પ્રારંભ કરાયો

  • સંતો-આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કથાકાર ધનેન્દ્ર વ્યાસજી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો. કથાના આરંભે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દીપ પ્રાગટ્ય કરીને 9 દિવસ સુધી ચાલનાર રામકથાનો વિધિવત પ્રારંભ કરાયો.
આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જે.ડી. પટેલ, દત્તાશ્રય આશ્રમ ખરચના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર ધવલ વ્યાસ, ડો. સ્નેહલ મહેતા, આદર્શ કેળવણી મંડળ ઇલાવના પ્રમુખ તુષાર પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડે. સરપંચ હિરેન પટેલ તેમજ ગામના આગેવાન મહાદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાસપીઠ પરથી કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસજી તેમની સંગીતમય વાણી દ્વારા રામકથાનું રસસભર વર્ણન કરી રહ્યા છે. આ રામકથા 9 દિવસ સુધી રોજ રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ લે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Latest Stories