ભરૂચ: મઠમહેગામ ખાતે હરિ ગોસાઈ મહારાજ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો

શ્રી હરિ ગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે તા ૯ અને ૧૦ માર્ચ-૨૦૨૪ ના રોજ શ્રી હરિ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો

New Update
ભરૂચ: મઠમહેગામ ખાતે હરિ ગોસાઈ મહારાજ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો

ભરૂચ તાલુકાના મઠ મહેગામે શ્રી હરિ ગોસાઈ મહારાજ સમાધિ સાલગીરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમ સમાં નર્મદા કિનારે આવેલા મઠ મહેગામ શ્રી હરિ ગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે તા ૯ અને ૧૦ માર્ચ-૨૦૨૪ ના રોજ શ્રી હરિ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો દર વર્ષે અહિ મહા વદ અમાસની આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમાસના દિવસે હરિ ગોસાઈ બાવા, દેવળ માતા અને સેવક પીતાંબર દાસે જીવંત સમાધિ લીધી હતી તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિન તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમમાં માહ્યાવંશી સમાજના લોકો પગપાળા ચાલીને પાલખી લઈને આવે છે.

Latest Stories