Connect Gujarat
ધર્મ દર્શન 

શું તમે ક્યારેય ભગવાનની મુર્તિનો રંગ બદલતો જોયો છે? અહીં છે માતા લક્ષ્મીનું અનોખુ મંદિર, જાણો ખાસ વાતો મંદિર વિષે....

જીવનમાં રોશની અને ઉમંગનો તહેવાર દિવાળી આજે દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

શું તમે ક્યારેય ભગવાનની મુર્તિનો રંગ બદલતો જોયો છે? અહીં છે માતા લક્ષ્મીનું અનોખુ મંદિર, જાણો ખાસ વાતો મંદિર વિષે....
X

જીવનમાં રોશની અને ઉમંગનો તહેવાર દિવાળી આજે દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ધનની દેવીની વિશેષ કૃપા રહે તો જીવનમાં રૂપિયાની ખામી રહેતી નથી. સુખ અને સમૃધ્ધિ માટે દિવાળીની શુભ માનવામાં આવે છે. ભારતમાં દેવી દેવતાઓના અનેક એવા મંદિરો આવેલા છે. જે ચમત્કારિક માનવામાં આવે છે. ક્યાક પ્રતિમા ગર્ભગૃહની બહાર આવે છે તો ક્યાય તેનો આકાર બદલાઈ છે. તો ચાલો આજે એક એવા જ ચમત્કારિક મંદિર વિષે વાત કરીએ.....

માતા લક્ષ્મીનું અનોખુ મંદિર

મધ્યપ્રદેશના જબલપૂરમાં આવેલું પચમઠા મંદિર ભકતોમાં ખાસ છે. કહેવાય છે કે તેનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો છે. તેનો સંબંધ ગોંડવાના શાસનની રાણી દુર્ગાવતા સાથે છે. માનવામાં આવે છે કે રાણીના દીવાન આધાર સિંહના નામે બનેલા આધારતાલ તળાવમાં આ મંદિરને બનાવવામાં આવ્યું હતું. આ મંદિર માતા લક્ષ્મીને સમર્પિત છે અને અહીં અનેક દેવી દેવતાઓની મુર્તિ છે.

મુર્તિ નો બદલાય છે રંગ

આ મંદિર 3 સાધના માટે જાણીતું છે. પણ આ મંદિરની ખાસિયત છે કે અહીં સ્થાપિત માતા લક્ષ્મીની મુર્તિ 3 વાર રંગ બદલે છે. આ કારણે આ મંદિરનુ અનોખા મંદિરના લીસ્ટમાં નામ સામેલ છે. માનવામાં આવે છે કે સવારના સમયે સફેદ, બપોરે પીળો અને સાંજે ભૂરો રંગ જોવા મળે છે. એટલુ જ નહીં પરંતુ માતાજીનાં ચરણોમાં પણ સૂરજના કિરણો જોવા મળે છે. લોકોનું માનવું છે કે સૂર્ય દેવ માતા લક્ષ્મીને પ્રણામ કરે છે.

કયારે રહે છે ભીડ

આ મંદિરમાં મુર્તિનો રંગ બદલવાનું ખાસ મહત્વ રહેલું છે. આસ્થામાં ડૂબેલા ભક્તોની અહીં ભીડ રહે છે. અહીં શુક્રવારના દિવસે પુજા કરવાનું શુભ માનવામાં આવે છે. કે 7 શુક્રવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.



Next Story