ભગવાનની આરતી કરીએ તો છીએ, જાણો આરતીનું મહત્વ..

આપણાં હિન્દુ ધર્મમાં દરેક પુજા-વિધિમાં આરતી અવશ્ય કરવામાં આવે છે. પુરાણોમાં આરતીનું વિશેષ મહત્વ છે. સનાતન પરંપરામાં ભગવાનની આરતીનું ખૂબ મહત્વ રહ્યું છે.

arati
New Update

આપણાં હિન્દુ ધર્મમાં દરેક પુજા-વિધિમાં આરતી અવશ્ય કરવામાં આવે છે. પુરાણોમાં આરતીનું વિશેષ મહત્વ છે. સનાતન પરંપરામાં ભગવાનની આરતીનું ખૂબ મહત્વ રહ્યું છે.

પૂજા કર્યા બાદ આરતી કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આરતી કર્યા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં આરતીના દીવાની જ્યોતને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે.હિન્દુ ધર્મની કોઇપણ પૂજા અથવા ધાર્મિક વિધિ આરતી વિના અધૂરા માનવામાં આવે છે. નિયમિત પૂજા મંદિરમાં હોય કે ઘરમાં, બધામાં આરતી બાદ જ પૂજા સંપન્ન થાય છે અને તે પૂજાનું પુરુ ફળ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૌથી પહેલા ભગવાનના ચરણોની 4 વાર, નાભિની બે વાર, મુખની તરફ એકવાર અને માથાથી લઇને ચરણો સુધી સાત વાર આરતી કરવી જોઇએ. આ રીતે આરતી કુલ 14 વાર ફેરવવી જોઇએ. આવો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે.સામાન્ય રીતે રૂની ઘી કે તેલમા બનાવેલી દિવેટથી પ્રગટાવેલી આરતી સહજ સ્વરૂપ છે. પણ કપુર, ભસ્મ, જળ ભરેલા શંખથી આરતી એવા અનેક પ્રકાર પણ ગણાયા છે. આમ હિન્દુ ધર્મમાં આરતીનું વિશેષ મહત્વ છે જે આપણે જાણવું જરૂરી બની રહે છે.

#તીનું વિશેષ મહત્વ #ભગવાન #પુજા-વિધિ #આરતી #હિન્દુ ધર્મ
Here are a few more articles:
Read the Next Article