શું તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો આટલું અવશ્ય જાણો આ નિયમ ....

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. દરેક હિન્દુઓ ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે.

New Update
tulsi

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. ધર્મવાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવમાં આવે છે. અને દરેક ઘરની ગૃહિણીઓ સવારે તુલસીની પુજા પણ કરતી હોય છે 

આપણાં સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ હોય છે. તુલસીના છોડના પાનનો ઉપયોગ પણ લગભગ તમામ પ્રકારની પૂજામાં થતો હોય છે, તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા પણ અધૂરી માનવામાં આવે છે. આયુર્વેદમાં તો તુલસીને એક ચમત્કારી ઔષધી તરીકે પણ વર્ણવવામાં આવી છે.

છોડ રોપતી વેળા આટલું ધ્યાન રાખો :

ઘરમાં તુલસીનો છોડ રાખતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સિવાય કેટલાક લોકો પોતાના રસોડામાં તુલસીનો છોડ પણ રાખે છેપરંતુ શું તુલસીનો છોડ રસોડામાં રાખી શકાય? 

તુલસીનો છોડ રસોડામાં રાખી શકાય? 

હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. માતા અન્નપૂર્ણાને માતા લક્ષ્મીની સહાયક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે રસોડામાં તુલસીનો છોડ લગાવો તો તે શુભ માનવામાં આવે છે. રસોડામાં તુલસીનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા એક જગ્યાએ બિરાજે છે. આ તમારા ઘર માટે અત્યંત સકારાત્મક હોઈ શકે છે.અને તેની સકારાત્મક ઉર્જા ઘરમાં પડતી રહે છે .

Latest Stories