IPL 2023 : ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું

New Update
IPL 2023 : ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું

પ્રથમ વખત હાર ભોગવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે બીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. તેમને લખનૌને હરાવી બીજી મેચની જીત પોતાને નામ કરી છે. આજે IPL 2023મા ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું. સીએસકે ના ઋતુરાજ ગાયકવાડની સતત બીજી અડધી સદી અને ડેવોન કોનવે તથા અંબાતી રાયડુની શાનદાર ઇનિંગ્સના આધારે પ્રથમ બેટિંગ કરી 217 રનનો ખડકલો કરી દીધો હતો.

Advertisment

જેના જવાબમાં, મોઈન અલીની ઘાતક ઓફ-સ્પિનએ લખનૌની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. બાદમાં કાયલ મેયર્સ તરફથી બીજી વિસ્ફોટક અને ધુઆધાર શરૂઆત છતાં LSG માત્ર 205 રન સુધી જ પહોંચી હતી. મહત્વનું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની આઇપીએલ 2023માં આ આ પહેલી જીત છે, આગાઉ સીએસકે હારનો સ્વાદ ચાખી ચુકી છે. જ્યારે લખનૌની પહેલી હાર છે.

Latest Stories