Connect Gujarat
દુનિયા

ઇઝરાયેલનો સિરિયા પર હવાઈ હુમલો,7 લોકોના મોત

ઇઝરાયેલનો સિરિયા પર હવાઈ હુમલો,7 લોકોના મોત
X

ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન પહોંચ્યું. જાણકારી મુજબ ઈમારતની અંદર હાજર તમામ લોકોના મોત થયા અથવા તે ઘાયલ થયા છે. સિરિયાની સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી.ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.

ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનું મોત થયું છે. તેમને કહ્યું કે બચાવકર્મચારીઓને હજુ પણ લોકો કાટમાળ નીચે ફસાયા હોય તેવી આશંકા છે. રાજદૂતે કહ્યું કે ઈમારતની સુરક્ષામાં તૈનાત બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે.

Next Story