જામનગર : બાલા હનુમાન મંદિર ખાતે રામધુનનો અનોખો મહિમા, 57 વર્ષની અવિરત સફર

બાલા હનુમાન મંદિર ખાતે ચાલી રહી છે રામધુન, લાખોટા તળાવના કિનારે આવેલું છે હનુમાન મંદિર

New Update
જામનગર : બાલા હનુમાન મંદિર ખાતે રામધુનનો અનોખો મહિમા, 57 વર્ષની અવિરત સફર

ભગવાન રામ પ્રત્યે હનુમાનજી દાદાની ભકિત વિશે આપણે સૌ જાણીએ છીએ. જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા 57 વર્ષથી રામધુન ચાલી આવે છે. આ રામધુને 57 વર્ષ પુર્ણ કરી 58મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

છોટી કાશી તરીકે ઓળખતા જામનગરમાં લાખોટા તળાવના કિનારે બાલા હનુમાનજી મહારાજનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ, જય રામ, જય જય રામના નાદ સાથે આ રામધુનની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ પહેલી ઓગષ્ટ 1964ના રોજ અખંડ રામધુનની શરૂઆત કરાય હતી. રામધુનની શરૂઆતને આજે 57 વર્ષ પુર્ણ થયાં છે. બાલા હનુમાનજી મંદિર ખાતે ચાલતી રામધુનને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. તાઢ, તડકો, ભુકંપ, પુર, વાવાઝોડા જેવી આફતો વચ્ચે પણ હનુમાનજીના ભકતોએ રામધુનને અવિરત રીતે ચાલુ રાખી છે.

Latest Stories