જુનાગઢ : પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ઉમાધામનો 14મો પાટોત્સવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

ઉમાધામનો 14મા પાટોત્સવનું ભવ્ય આયોજન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત PM મોદી પણ વર્ચ્યુઅલ જોડાયા

જુનાગઢ : પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ઉમાધામનો 14મો પાટોત્સવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
New Update

જુનાગઢ જિલ્લાના ગાંઠીલા આવેલા સમગ્ર પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમાધામ ખાતે આજે 14મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉમાધામ ખાતે યોજાયેલ 14મા પાટોત્સવમાં હાજર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના જન સંમેલનને સંબોધ્યું હતું. સાથે જ તેઓએ આવા ધાર્મિક અને સામાજિક તેમજ સેવાકીય કાર્યક્રમો થતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

ગાંઠીલાના ઉમાધામ ખાતે આજે 14માં પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. ઉમાધામ ખાતે પાટીદાર સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર ખમીરવંતી અને સંઘર્ષશીલ તેમજ મહેનતુ પ્રજા છે. પોતાની મહેનત થકી આ પ્રજાએ અકલ્પનિય વિકાસ કર્યો છે. વિશ્વભરમાં વસતા હોવા છતાં આ ખમીરવંતી પ્રજા પોતાના માદરે વતનનું ઋણ ચૂકવવાનું કયારેય ભૂલતી નથી.

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, ઉમિયાધામમાં આવી ખૂબ જ પ્રભાવિત થયો છું. અહી અલૌકીક અનુભૂતિ થઇ રહી છે. યુગ યુગથી નારી શક્તિના સામર્થ્ય સાબિત કરતો આ ઉત્સવ છે, ત્યારે તેઓએ ગાય આધારિત ખેતીને મહત્વ આપવામાં આવે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત આજનો ઉત્સવ માત્ર ધર્મોત્સવ નહીં પરંતુ આરોગ્ય વર્ધક અને નારી શક્તિને ઉજાગર કરવાનો ઉત્સવ છે. કારણ કે, આજે માત્ર ધાર્મિક જ નહીં પણ આરોગ્ય લક્ષી અને મહિલાઓના ઉત્થાન માટે વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાયા છે.

#ConnectGujarat #Junagadh #Bhupendra Patel #Patidar Samaj #પાટીદાર સમાજ #Patotsav of Umadham #ઉમાધામ #Umadham #Junagadh Umadham #પાટીદાર
Here are a few more articles:
Read the Next Article