અનેક સાધકોની ગુરૂ દત્તાત્રેય મહારાજ પ્રત્યે અનોખી શ્રદ્ધા
દત્ત જયંતિ નિમિત્તે જુનાગઢમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાય
ગિરનાર 30 પગથિયા સ્થિત ત્રિગુણેશ્વર મંદિરથી આયોજન
જુના અખાડા સુધી સંતો-મહંતો દ્વારા ભવ્ય રવેડી નીકળી
મૃગીકુંડ ખાતે દત્ત ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું
દત્ત જયંતિ નિમિત્તે જુનાગઢના ગરવા ગિરનાર પર 30 પગથિયા સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી જુના અખાડા સુધી સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળી હતી. ગુરૂ દત્તાત્રેય મહારાજના સાધકો દત્તાત્રેય મહારાજ પ્રત્યે પોતાની અનોખી શ્રદ્ધા ધરાવે છે, ત્યારે ગત તા. 14મી ડિસેમ્બર 2024ના રોજ દત્ત જયંતિ નિમિત્તે જુનાગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગરવા ગિરનાર પર 30 પગથિયા સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી જુના અખાડા સુધી સાધુ-સંતોની ભવ્ય રવેડી નીકળી હતી. બાદમાં તમામ સાધુ-સંતોએ સાથે મળી ભવનાથ મંદિર તેમજ દત્તચોક ખાતે દત્ત ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ મૃગીકુંડ ખાતે દત્ત ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગિરનાર પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી, ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરીબાપુ, જુના અખાડાના થાણા પતિ બુદ્ધગીરી બાપુ, ભારતી આશ્રમના મહાદેવભારતી, ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ મેયર ગીતા પરમાર, સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી.