જુનાગઢ: લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ, સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

લીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ

New Update
જુનાગઢ: લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ, સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા

જુનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો..ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચર સાથે લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો જુનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો..ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચર સાથે ધાર્મિક વિધિપુર્વક ‘‘ હરહર મહાદેવ ‘‘ અને ‘‘ જય ગીરનારી"નાનાદ સાથે પરિક્રમાની શરૂઆત કરાવાઈ હતી.આ તકે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

લીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ હતી.ગરવા ગિરનારની ફરતે લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે.36 કિલોમીટરની લીલી પરિક્રમામા ભવનાથથી શરુ કરી ઝીણા બાવા મઢી,ચરખડીયા હનુમાન,માળવેલા બોરદેવી જેવા મહત્વના સ્થળ પર યાત્રિકો પગપાળા પરિક્રમા કરી છેલ્લે ફરી ભવનાથ પહોંચતા હોય છે.

પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેકટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાની ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.

Latest Stories