કરવા ચોથ : વ્રત દરમિયાન સ્વસ્થ રહેવા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન...

ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આ કરવા ચોથથી તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહેશો

કરવા ચોથ : વ્રત દરમિયાન સ્વસ્થ રહેવા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન...
New Update

દરેક પરિણીત મહિલા માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વર્ષે તે 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળ વ્રત રાખે છે. આખો દિવસ ખોરાક અને પાણી વિના રહેવાને કારણે, સ્ત્રીઓ ઘણીવાર નબળાઇ અનુભવવા લાગે છે, જે આ ઉપવાસની મજા બગાડી શકે છે. તેથી, ઉપવાસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આ કરવા ચોથથી તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહેશો.તો ચાલો જાણીએ કે ઉપવાસ દરમિયાન શું કરવું જોઈએ.

તળેલા ખોરાકથી દૂર રહો :-

સૌ પ્રથમ તો ઉપવાસના એક દિવસ પહેલા વધુ પડતું તેલવાળું ખાવાનું ટાળો. સરગીમાં વધુ પડતા તેલ અને મસાલાવાળી વસ્તુઓનો સમાવેશ કરશો ના કરવો જોઈએ, વધારે તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટી, ઉલ્ટી અને ગેસની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમે સતત નબળાઈ અનુભવતા રહેશો.

સરગી ખાવી જ જોઈએ :-

ઘણી સ્ત્રીઓ સાથે એવું બનતું હોય છે કે તેમને સવારે કંઈપણ ખાવાનું મન થતું નથી અને તેઓ સરગી ખાતા નથી અથવા માત્ર વિધિ પૂરી કરવા માટે કરતાં હોય છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે સરગી નહી ખાશો તો દિવસભર નબળાઈ અનુભવશો. એસિડિટીની સમસ્યાનો પણ ખતરો રહે છે. તેથી સરગી ચોક્કસ ખાઓ.

સરગી થાળીને આ રીતે સજાવો :-


સરગીની હેલ્ધી ડિશ તમને દિવસભરના થાકથી બચાવી શકે છે. સરગીમાં સફરજન, નારંગી, કેળા વગેરે મોસમી ફળોનો સમાવેશ કરો. તમારી સરગીમાં ડ્રાયફ્રૂટ્સ, ચીઝ, નારિયેળ પાણી, ખીર પણ સામેલ કરો. આ તમને ઉર્જા આપશે અને તમને ભૂખ નહિ લાગે.

હાઇડ્રેટેડ રહો :-

સરગી દરમિયાન પુષ્કળ પાણી પીવો જેથી કરીને તમે દિવસભર હાઇડ્રેટ રહેશો. તમે છાશ, જ્યુસ અને નારિયેળ પાણી પણ પી શકો છો. નાળિયેર પાણી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે, ઉપવાસ દરમિયાન ચક્કર આવવાની શક્યતા ઘટાડે છે.

ચા અને કોફીને પીવાનું ટાળો :-

સામાન્ય દિવસોમાં સવારે ચા કે કોફી પીવી એ ઠીક છે, પરંતુ નિર્જલા ઉપવાસ દરમિયાન ચા કે કોફી તમને ડીહાઇડ્રેટ કરી શકે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. આનાથી તરસ પણ લાગે છે અને પાણીના અભાવે વ્યક્તિ નબળાઈ અનુભવે છે. તેથી, ઉપવાસના દિવસે ચા કે કોફી ન પીવો, તેના બદલે જ્યુસ કે નાળિયેરનું પાણી પીવો.

#સફાઈ અભિયાન 2023 #Karva Choth #સરગી થાળી #કરવા ચોથ #કરવા ચોથનું મહત્વ #Karva Choth Puja #Karva Choth Fast #Karva Choth 2023
Here are a few more articles:
Read the Next Article