Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ નવરાત્રિના તહેવારને ધ્યાને લઈ મેટ્રોએ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો

અમદાવાદ નવરાત્રિના તહેવારને ધ્યાને લઈ મેટ્રોએ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો
X

હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. આ દરમિયાન તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 17 થી 23 સુધી મેટ્રો રાત્રીના 2 વાગ્યા સુધી ચાલશે. નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળશે.

નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.

આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના કેસમાં સામાન્ય દિવસોની સરખામણીએ 17 ટકાનો વધારો થયો છેત્યારે વાહન અકસ્માતો અટકાવવા અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ કાબુમાં કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

Next Story