Connect Gujarat
ધર્મ દર્શન 

મહાકાલની ભસ્મ આરતીમાં દોઢ વર્ષ બાદ ભક્તો ભાગ લઈ શકશે, વાંચો કેવી રીતે કરાવી શકો છો બુકિંગ

મહાકાલની ભસ્મ આરતીમાં દોઢ વર્ષ બાદ ભક્તો ભાગ લઈ શકશે, વાંચો કેવી રીતે કરાવી શકો છો બુકિંગ
X

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક મોટા સમાચાર આવ્યા છે. દોઢ વર્ષ પછી મહાકાલના ભક્તોની ઈચ્છા પૂર્ણ થઈ છે. ભક્તો 11 સપ્ટેમ્બરથી ભસ્મ આરતીમાં પ્રવેશ કરી શકશે. શુક્રવારે યોજાયેલી મહાકાલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભસ્મ આરતીનું બુકિંગ 7 સપ્ટેમ્બરથી એક મહિના માટે ખુલશે. ભક્તો માટે એપ કે વેબસાઈટની લિંકની સાથે સાથે ઓફલાઈન વિન્ડો પણ સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. ઓનલાઈન બુકિંગ માટે 200 રૂપિયા ચુકવવા પડશે. મહાકાલ મંદિર સમિતિએ નક્કી કર્યું છે કે, હવે ભક્તોને 50 ટકા ક્ષમતા સાથે ભસ્મ આરતીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ નંદી હોલ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે, ટૂંક સમયમાં તમામ વીઆઇપીઓએ મંદિરમાં પ્રવેશ માટે 100 રૂપિયા દાનની રકમ જમા કરાવવી પડશે.

કોરોનાને કારણે, ભસ્મા આરતીમાં ભક્તોનો પ્રવેશ એક વર્ષ, પાંચ મહિના અને 15 દિવસ માટે બંધ હતો. જે હવે આગામી સપ્તાહથી ખુલશે. આ અંગે કલેક્ટર આશીષ સિંહે જણાવ્યું હતુ કે, ભસ્મારતીની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. દેશભરમાં કોઈ પણ સ્થળેથી ઓનલાઈન કે મોબાઈલ એપ પરથી ભસ્મારતીમાં સામેલ થવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. બુકિંગ 7 સપ્ટેમ્બથી સવારે 10 વાગ્યાથી શરૂ થશે.

મહાકાલ એપ કે મહાકાલ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પરથી જે પહેલાં તેનું પ્રથમ બુકિંગ તે તર્જ પર મંજૂરી આપવામાં આવશે.850 શ્રદ્ધાળુઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે, જ્યારે 150 શ્રદ્ધાળુ ઓફલાઈન બુકિંગ કરાવી શકશે. ઓનલાઈન બુકિંગ કરાવવા માટે શિવભક્તોએ 200 રૂપિયા ચુકવવા પડશે. ઓનલાઈન વિન્ડોના માધ્યમથી ભસ્મ આરતીમાં સામેલ થનારાઓ પાસેથી કોઈપણ જાતનો બુકિંગ ચાર્જ નહીં લેવાય. કોરોના વાયરસના આવતાની સાથે જ 17 માર્ચ 2020થી મહાકાલની ભસ્મ આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ગુરુવારે ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.મોહન યાદવની અધ્યક્ષતામાં વહીવટી અધિકારીઓ અને મંદિર સમિતિના સભ્યોની બેઠક મળી હતી. જેમાં ભસ્મ આરતીમાં પ્રવેશ અને આગામી સોમવારે પ્રભુની શાહી સવારી પ્રસ્થાન અંગે ચર્ચા થઈ હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવ્યા બાદ હવે ભક્તોને આગામી સપ્તાહથી ભસ્મ આરતીમાં પ્રવેશ આપવો જોઈએ.

Next Story