ગાંધીનગરના અક્ષરધામમાં મહંતસ્વામી મહારાજે 49 ફૂટ ઉંચી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી

વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી ભાવના સાથે સ્વામીનારાયણ મહામંત્રના જાપ સાથે આરતી ઉતારવામાં આવી હતી. ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર પુષ્પવર્ષા કરવામાં આવી

New Update
NILKANTHAVARNI Maharaj
Advertisment

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામમાં મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના તપોમય કિશોર સ્વરૂપ નીલકંઠવર્ણી મહારાજની 49 ફુટ ઉંચી મૂર્તિની વેદોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠા કરી હતી.ચારધામએકાવન શક્તિપીઠઆઠ વિનાયક તીર્થબાર મહાસંગમ સહિત 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મહંતસ્વામી મહારાજે વિધિ કરીને મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરાવ્યો હતો.

Advertisment

વિશ્વમાં શાંતિ પ્રવર્તે એવી ભાવના સાથે સ્વામીનારાયણ મહામંત્રના જાપ સાથે આરતી ઉતારવામાં આવી હતી. ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 

આ પ્રસંગે અક્ષરવત્સલદાસ સ્વામીએ જણાવ્યું હતું કે ભારતમાં નીલકંઠવર્ણીની સૌથી ઉંચામાં ઉંચી એવી આ તપોમૂર્તિ છે.નેપાલના મુક્તિનાથમાં સ્વામિનારાયણ ભગવાને તપોમુદ્રામાં બે મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું એ તપોમુદ્રામાં નીલકંઠવર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે.

Latest Stories