પાવાગઢ : પાવાગઢ મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ સજ્જ કરાઇ

પંચમહાલના પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આરંભે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

New Update
પાવાગઢ : પાવાગઢ મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું, વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ સજ્જ કરાઇ

પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલ મહાકાળી ધામ ખાતે આજે ચૈત્રી નવરાત્રીના આરંભે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠ મહાકાળી મંદિરમાં બિરાજમાન કાલિકા માતાના દર્શનાર્થે ગુજરાત સહિત નજીકના અનેક રાજ્યોમાંથી શ્રધ્ધાળુ માઈ ભક્તો આવી પહોચ્યા હતા. ચૈત્ર નવરાત્રિ દરમિયાન લાખો ભકતો માતાજીના દર્શને આવતા હોય છે. જેને લઈને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા ભકતોની સુવિધા માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, તો ટ્રાફિક નિયંત્રણ માટે વાહનોને અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 3 ડીવાયએસપી, 9 પીઆઇ, 25 પીએસઆઇ સહિત કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જીઆરડીના 900 જેટલો સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મુકવામાં આવ્યા છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા પાવાગઢ તળેટીમાંથી માચી સુધી ડુંગર ઉપર પહોંચવા 50 જેટલી બસો ફાળવવામાં આવી છે.  

Latest Stories