હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ: વાંચો ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ

મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે

New Update
હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ: વાંચો ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ

અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે હવેથી ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે. યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાન ચૂકવણી કરવાની રહેશે. વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવરી કુરીયર પાટનર દ્વારા મોકલવામાં આવશે. મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે. પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચીકી પ્રસાદનું ઓનલાઈન બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની પ્રોસેસ:-

• સ્ટેપ 1 = www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે.

• સ્ટેપ 2 = જેમાં ઓનલાઈન પ્રસાદનું ઓપશન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકીનો ઓપશન બતાવશે

• સ્ટેપ 3 = ખરીદી પર ક્લિક કરતા Sign Up કરવાનું રહેશે. વિગતો ભર્યાં બાદમાં એક OTP આવશે

• સ્ટેપ 4 = હવે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી Login કરવાનું રહેશે

• સ્ટેપ 5 = પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે

• સ્ટેપ 6 = એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાની વિગતો એડ કરવાની રહેશે

• સ્ટેપ 7 = બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનું ઓર્ડર કન્ફર્મ થઈ જશે

Latest Stories