ભરૂચ: ચૈત્ર માસના મંગળવારે વાલિયાના બળીયાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી, ઠંડુ ભોજન આરોગવાની પરંપરા

બળીયાદેવ બાપજી દરેક ગૃહિણીના પરિવાર અને જીવનમાં ઠંડક પ્રદાન કરે તેવી મનોકામના સાથે મહિલાઓએ બળિયા દેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું

New Update
  • ચૈત્ર માસ પૂર્ણતાના આરે

  • વાલિયાના બળીયાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

  • ઠંડુ ભોજન આરોગવાની છે માન્યતા

  • બળીયા બાપજીનું કરવામાં આવે છે પૂજન

  • ચર્મ રોગ દૂર થતા હોવાની માન્યતા

ભરૂચના વાલિયા ગામમાં આવેલ બળીયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું.ચૈત્ર માસના રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી મંદિરે ઠંડુ ભોજન આરોગે છે
ચૈત્ર માસની આકરી ગરમીમાં બળીયાદેવ બાપજી પર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે. જેથી બળીયાદેવ બાપજી દરેક ગૃહિણીના પરિવાર અને જીવનમાં ઠંડક પ્રદાન કરે તેવી મનોકામના સાથે મહિલાઓએ બળિયા દેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતુ ત્યારે  મોટી સંખ્યામાં વાલિયા ગામના કમળા માતાજીના મંદિર સ્થિત બળીયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું.અને પરિવારજનો માટે કામના કરી હતી.
Latest Stories