/connect-gujarat/media/post_banners/0f78b0cebe954a895e1ea75497f91f0d4d3d5639a17a28ddcf1f66c63dbf23ff.jpg)
ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
ગુજરાતના સુપ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામ પાવાગઢ ખાતે આમ પણ આડા દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે, તારે આજથી શરૂ થતી ચૈત્ર માસની મોટી નવરાત્રીનું અનન્ય માહાત્મ્ય હોવાથી પાવાગઢ ખાતે વહેલી સવારથી માઈભક્તોની ભીડ ઉમટી પડી હતી, જ્યાં માતાજીના જયઘોષ સાથે આરાધના પર્વની શરૂઆત કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સૂચારું વ્યવસ્થા કરાય હતી. આ સાથે જ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ મહાકાળી માતાજીના જયઘોષ સાથે સર્વે ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ કૃતાર્થ થયાની લાગણી અભિવ્યક્ત કરી હતી.