New Update
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલું છે રામકુંડ
રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરનો પાટોત્સવ યોજાશે
નર્મદા માતાજીના મંદિરના પાટોત્સવની પણ કરાશે ઉજવણી
તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની તારીખ 26 ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવશે. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષીપ્રા ગણેશ મંદિરના 13માં અને નર્મદા માતાજીના મંદિરના 8માં પાટોત્સવની તારીખ 26 ડિસેમ્બરને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે.
પાટોત્સવ નિમિત્તે ગણેશયાગ, મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. અહીં અંગારિકા ચોથ અને વિનાયક ચતુર્થી સહિતના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે. જમણી સૂંઢવાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટે છે.
Latest Stories