PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં ડિજિટલ નમો રેલી સંબોધિત કરશે,10 લોકસભા સીટ કવર કરશે

PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં ડિજિટલ નમો રેલી સંબોધિત કરશે,10 લોકસભા સીટ કવર કરશે
New Update

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં પસંદગીના ઉમેદવારો ઉભા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. PM મિશન 400 પાર કરવાના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે દક્ષિણથી લઈને ઉત્તર પ્રદેશ સુધી દરેક જગ્યાએ સંપૂર્ણ રીતે સક્રિય છે.

આ બધાની વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાં BJP કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે PM મોદી આજે એટલે કે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને સંબોધિત કરશે.ભાજપના આ કાર્યક્રમને ડિજિટલ નમો રેલી નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા PM મોદી ભાજપના ચૂંટણી પ્રચારની સાથે ડિજિટલ ઈન્ડિયાનો સંદેશ પણ આપી રહ્યા છે. નમો એપ દ્વારા PM મોદી ઉત્તર પ્રદેશની 10 લોકસભામાં પહોંચશે. જ્યાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. સંભલ, બદાઉન, બરેલી, અમલા, એટાહ, હાથરસ, આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ અને મૈનપુરી બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. PM મોદીઆ બેઠકો પર વધુ સારું પ્રદર્શન કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. આ જ કારણ છે કે વોટિંગ પહેલા PM મોદી ડિજિટલ નમો રેલી દ્વારા કાર્યકરોને જીતનો મંત્ર આપશે.

#India #ConnectGujarat #Uttar Pradesh #Lok Sabha seats #PM Modi #Digital Name Rally
Here are a few more articles:
Read the Next Article