/connect-gujarat/media/post_banners/08e7ba6d4a35700f702711e2853287237b91691826d988861035d8bb0f03e34a.webp)
ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મિશન 400ને પાર કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. દક્ષિણમાં મતદારોને રીઝવવા સાથે પીએમ ઉત્તર પ્રદેશ પર ફોકસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે પીએમ મોદીએ રાજ્યમાં પસંદગીના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
આ અંતર્ગત પીએમ મોદી રવિવારથી ઉત્તર પ્રદેશમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મેરઠમાં રેલી કરવાના છે. મેરઠથી ભાજપે ટીવી સીરિયલ રામાયણના અભિનેતામાંથી રાજકારણી બનેલા રામ એટલે કે અરુણ ગોવિલને ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન મોદી મેરઠમાં એક વિશાળ જનસભાને સંબોધશે અને જનતાને ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. આ સાથે વિપક્ષી પાર્ટીઓ પીએમના નિશાના પર રહેશે.