જુના તવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે ઉજવણી
નવા વર્ષની પ્રથમ પોષી પૂનમની ઉજવણી કરાય
તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંતની ઉપસ્થિતિ
ચેતનદાસ સાહેબે ભક્તજનોને પૂનમનું મહત્વ સમજાવ્યું
અનુયાયીઓ-ગ્રામજનોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો
ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજરોજ પોષી પૂનમની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાવન સલીલા માઁ નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે દર મહિનામાં આવતી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે નવા વર્ષ 2026ની આજરોજ પ્રથમ પોષી પૂનમ નિમિત્તે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંત ચેતનદાસ સાહેબે ઉપસ્થિત ભક્તજનોને પૂનમની ઉજવણી મહત્વ સમજાવીને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.