હિન્દુ ધર્મમાં સંકટ ચોથનું ખાસ મહત્વ, વાંચો રોચક કથા...

સંકટ ચોથની પૂજા દરમિયાન કથાનો પાઠ કરવાથી ભક્તને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે.

New Update
હિન્દુ ધર્મમાં સંકટ ચોથનું ખાસ મહત્વ, વાંચો રોચક કથા...

ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી તમામ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. માટે તેને વિજ્ઞહરતા દેવ માનવમાં આવે છે, દર વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે.સંકટ ચોથના દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. આ વખતે સંકટ ચોથ 29 જાન્યુઆરીએ છે. માન્યતાઓ અનુસાર સંકટ ચોથની પૂજા દરમિયાન કથાનો પાઠ કરવાથી ભક્તને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે. તો ચાલો જાણીએ આ વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા વિષે…

સંકટ ચોથ વ્રત કથા :-

પૌરાણિક કથા અનુસાર, એકવાર માતા પાર્વતી સ્નાન ખંડમાં ગયા હતા. ઓરડામાં કોઈ ન આવે તેની ખાતરી કરવા માટે, તેણે ગણપતિ બાપ્પાને બહાર ઊભા રાખ્યા અને આદેશ આપ્યો કે જ્યાં સુધી તે સ્નાન કરીને બહાર ન આવે ત્યાં સુધી કોઈને અંદર આવવા દેવામાં ન આવે.

ભગવાન ગણેશએ માતા પાર્વતીની આજ્ઞાનું પાલન કર્યું. થોડા સમય પછી ભગવાન મહાદેવ માતા પાર્વતીને મળવા આવ્યા.પરંતુ ભગવાન ગણેશએ તેમને માતા પાર્વતીને મળવાથી રોક્યા. ભગવાન શિવે માતા પાર્વતીને મળવા માટે ઘણી વાર પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માતા પાર્વતીની આજ્ઞા સામે નિષ્ફળ ગયા. માતા પાર્વતીને ન મળવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. આ પછી તેણે પોતાના શસ્ત્ર ત્રિશુલ વડે ભગવાન ગણેશનું માથું કાપી નાખ્યું.

ભગવાન ગણેશનો અવાજ સાંભળીને માતા પાર્વતીજી ઓરડામાંથી બહાર આવ્યા. પોતાના પુત્રનું માથું તેના શરીરથી અલગ થયેલું જોઈને તે વધુ દુઃખી થઈ ગયા અને ભગવાન શિવને તેના પુત્રને જીવન આપવાનો આદેશ આપ્યો, ત્યારબાદ ભગવાન શિવે હાથીનું માથું ભગવાન ગણેશના ધડ સાથે જોડી દીધું. આ સાથે ગણપતિ બાપ્પાને બીજું જીવન મળ્યું. આ પછી તમામ દેવી-દેવતાઓએ ભગવાન ગણેશને આશીર્વાદ આપ્યા. ત્યારથી, મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે સકટ ચોથનું વ્રત કરે છે.

આ દિવશે દુંદાળા દેવ ભગવાન ગણેશને વ્રતની સાથે તલ અને ગોળનું દાન કરવાનું મહત્વ છે, અને સાથે ભગવાન શિવને ચંદનનો લેપ લગાડવો....

#Lord Ganesha #Hindu religion #Sakat Chauth 2024 #Vrat
Latest Stories